અમૃતના ઘૂંટ
- NITIN MEHTA
- Dec 15, 2022
- 1 min read

ઝેરના પારખાં તો કરી લીધા
હવે અમૃતના ઘૂંટ સૌ ચાખે
મુક્ત ગગન છે, મુક્ત ધરા
મુક્ત મનડાં ઊડે સપનાંની પાંખે.
રોમે રોમે વહે રક્ત આનંદ તણું
હૈયાં ઉમંગથી જાય ઝૂમી
ભાગ્યશાળી છે રજ, કંકર અતિ
ભાગ્યશાળી છે, ભાતીગળ ભૂમિ
સૌરભ સ્વાધીનતાની પ્રસરે ચોગમ
ગાય પંખી મધુરાં ગીત તરુવરની શાખે
હવે અમૃતન ઘૂંટ સૌ ચાખે.
અવસરના ઓવારણાં લિયે મસ્તક
ઉરે જાગે ઓચ્છવ કેરા ધબકારા
કાને ગુંજી રહે સતત શાન ભર્યા
ઉજ્જવલ ભાવિના ભણકારા
ના કદી કચડાશે કોઈથી આ ભૂમિ
જ્યાં રામ કરે રખોપા ને રામ જ રાખે.
હવે અમૃતના ઘૂંટ સૌ ચાખે
Comments