આંસુઓને
- NITIN MEHTA
- Apr 29, 2021
- 1 min read
Updated: May 6, 2021

છલકાઈ રહી છે આંખો
આંસુઓ તમે થોડી ધીરજ રાખો
વહી જવાની કરશો ના મનમાની
છે બુંદ બુંદમાં વાતો ઘણી ય છાની
ખુદની ખારાશ ખુદમાં રાખો
તમે થોડી ધીરજ રાખો
ડુસકાઓને ઓગળવા દો
દુખને દુખમાં ભળવા દો
ભીનાશ ઉની ભીતર ઢાંકો
તમે થોડી ધીરજ રાખો
પીડાની નહીં કરવી લ્હાણી
રૂદનને ના ફૂટે વાણી
પ્રીતનો પાલવ મળશે ઝાંખો
તમે થોડી ધીરજ રાખો
પાંપણે ના બનશો તોરણ
પુનિત પરમ તમે જળ દર્પણ
તો શાને નિજને ધૂળમાં નાખો ?
આંસુઓ તમે થોડી ધીરજ રાખો.
નીતિન વિ મહેતા
Comments