તારી કૃપા
- NITIN MEHTA
- Apr 29, 2021
- 1 min read
તેં દીધું આ જીવન અમૂલું , એ તારી કૃપા ભગવંત
અરમાનોને પાંખો આપી મૂક્યું સન્મુખ નભ અનંત
હું મારી ઓછપ ઉણપથી, સદા રહ્યો છું પર
જળબિંદુને કેદ કરી બંધ કર્યા મે અશ્રુઘર
સપના નિરંતર આશ જગાવે શ્રધ્ધા રહેતી સતત જીવંત
એ તારી કૃપા ભગવંત
પંથ વિકટ ને લાંબી મજલ, કાપી કપાય ના કેમે
પગલે પગલે તારી પ્રીતના પરિમલ પામું પ્રેમે
અવિરત વરસે કરુણા તારી, ખૂટે ન મારા ખમીર ને ખંત
એ તારી કૃપા ભગવંત
નીતિન વિ મહેતા
Comments