પગલે પગલે..
- NITIN MEHTA
- Mar 11
- 1 min read
Updated: 3 days ago

ચાલ ભલે હો ધીમી ધીમી, પગલે પગલે પાર કર્યો છે, પ્રલય
હરણફાળ ભરતી ઈચ્છાઓ, તો ય ગતીમાં જાળવી લીધો લય.
ઘણી ય વેળા ઘણા ય ચહેરા ગયા છેતરી
ને પળો અપાર, પીડા લઈ આવી,
થયું ના મન વિચલિત, ચરણ ના ડગમગ્યા
ભીતર જ્યોત શ્રધ્ધાની, અખંડ પ્રગટાવી.
અભાવ, ઉણપ ઓછપને મહાત કરી પ્રાપ્ત કર્યો મેં વિજય.
પગલે પગલે પાર કર્યો છે, પ્રલય
જીવનનું છે નામ બીજું સંઘર્ષ
એ અનુભવોએ જાણી લીધું,
કદીક લાગ્યું ખાલીખમ, કદીક લીલુંછમ
ઉભયને મન ભરી માણી લીધું.
અલ્પ ક્ષણો શણગારી ઝીલી, ભલે હાથથી સરી ગયો સમય
પગલે પગલે પાર કર્યો છે પ્રલય
નીતિન વિ મહેતા
Comentários