ફૂલો સાથે
- NITIN MEHTA
- Apr 30, 2021
- 1 min read
Updated: May 5, 2021

ફૂલો સાથે કરવા ગોઠડી સહજ પ્રવેશ્યો ઉપવનમાં
મધુકર દલનું મિલન જોઈ વાત રહી મનની મનમ
ત્યાં થયું આગમન મંદ પવનનું
ફૂલોની કાયા ડોલી
પાંખડીએ નીજમાં પ્રગટી
ફોરમની બારી ખોલી
નિ :શબ્દ બની નીરખ્યા કરું વિસ્મય સમાયું નયનમાં
ફૂલો સાથે કરવા ગોઠડી સહજ પ્રવેશ્યો ઉપવનમ
કોઈ સુંવાળા હાથોએ ઋજુ
ફૂલોને ચૂંટી લીધા
દલદલના સ્મિતને એ
પળમાં લૂંટી લીધા
સ્તબ્ધ થઈ ઊભો રહ્યો ચેતન હણાયું તનમનમાં
ફૂલો સાથે કરવા ગોઠડી સહજ પ્રવેશ્યો ઉપવનમાં
નીતિન વિ મહેતા
Комментарии