મૌનનો ધૂપ
- NITIN MEHTA
- Jun 5, 2021
- 1 min read

રાધા વાંચે નયનો માધવના
માધવ મૂલવે રાધાનું મન,
વાણી વિહીન વહે પ્રેમની યમુના
અદભૂત અનુપમ દર્શન.
અનિમેષ અભિમુખ રહીને
ઝીલે સ્નેહના, રંગો,
જલ સ્થલમાં ગુંજારવ સૌમ્ય
સરલ અનોખા છંદો.
મોરપિચ્છ પર મોહે રાધા
માધવ દે મૂક ઈજન.
અદભૂત અનુપમ દર્શન.
ઝાંઝરનો રણકાર નહી ને
રહે, વાંસળી ય ચૂપ,
અક્ષરનું આકાશ ન ઊઘડે
પ્રસરે મૌનનો,ધૂપ.
સુંદર રૂપ પર, મોહે માધવ
રાધા દે, આલિંગન.
અદભૂત અનુપમ દર્શન.
નીતિન વિ મહેતા
Comments