મારું પ્રિય પુસ્તક
- NITIN MEHTA
- Apr 20, 2021
- 2 min read

એકાદ સુંદર પુસ્તકનું વાંચન જગતના કોઈ ખૂણે દ્વાર ખોલે છે અને પછી ભીતર પ્રવેશતો પ્રકાશ આયુષ્યને અજવાળાથી સભર કરી દે છે. પુસ્તક એક સપનું છે,જેને તમે તમારા હાથમાં પકડીને રાખી શકો છો. જીવનમાં એકે ય મિત્રનું ના હોવું એ દુર્ભાગ્યની વાત છે પણ આસપાસ સારા પુસ્તકોનું હોવું એથી વિશેષ સુંદર સદભાગ્ય બીજું કશું નથી. બે પૂંઠાની વચ્ચેના આકાશમાં વ્યવસ્થિત રીતે ગોઠવાએલા શ્યામ અક્ષરો વાંચનારના જીવનમાં અનેક રંગો ભરી દે છે.
વિશ્વ સાહિત્યમાં એવા કેટલા ય લેખકો છે જે સાધારણ માનવીની જેમ જ જીવ્યા છે. અસંખ્ય
વિટંબણાઓથી વીંટળાએલા અને છતાં આત્મ વિશ્વાસથી છલોછલ પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવતી આવી વિભૂતિઓનો જોટો યુષ્યમાં ઉજાસ ફેલાવ્યો છે
દુનિયાની કેટલીક મહાન હસ્તિઓની યાદીમાં હેલન કેલરનું નામ અનોખું સ્થાન ધરાવે છે. પોતાના દ્રઢ મનોબળ દ્વરા અતિક્રમી જઈ જાત અને જગતને જીતી જનાર હેલન સપંગો માટે પણ પ્રેરણા સ્રોત છે.
આમ તો હેલને અનેક પુસ્તકો લખ્યા છે, પરંતુ તેણીની આત્મકથા સ્ટોરી ઓફ માય લાઈફ મોખરે છે. પોતાની યાતનાભરી જિંદગીમાંથી ઉદભવતા આશાવાદી અભિગમનો ચેતોવિસ્તાર એ હેલનનાં માત્ર આ પુસ્તકનો જ નહીં પણ જીવનનો આવિષ્કાર છે. જે કોઈ આ પુસ્તક વાંચે અને પછી અનુભવે કે દુનિયામેં કીતને ગમ હૈ મગર ઉસમેં મેરે ગમ કીતને કમ હૈ. તો વાંચનારનું જીવન બદલાઈ શકે છે. પુસ્તકોનો આ પ્રભાવ છે.
હેલનના આ પુસ્તકે મારા વિચારો જ નહી, બલ્કે મારા જીવનની દિશા બદલાવી દીધી. ઉશર ભૂમિમાં અનાયાસે મળેલો આ એક નાજુક સુખદ વળાંક હતો. સકારાત્મક અભિગમ મારા આંતરમનમાં ઉદ્દીપન થયો. પુસ્તકના એક એક અક્ષ્રરે મારા આત્મવિશ્વાસને છલકાવી દીધો, પરિણામે હું મારું મનોબળ દ્રઢ કરી શક્યો.
જિંદગીને હિમંત ભર્યું સાહસ માનતી હેલન લખે છે કે આજની નિષ્ફળતાને બદલે આવતી કાલની સફળતા વિષે વિચારવું ઉચિત છે.આનંદ અને યશ તમારી ભીતર જ
છુપાએલાં છે. આ જગત અનેક સમસ્યાઓ તથા દુઃખોથી ભરેલું છે, પરંતુ તેને અતિક્રમી જવા માટેના ઉકેલો અને ઈલાજો પણ ભરપુર પ્રમાણમાં ઉપલબ્ધ છે. માત્ર જરૂર છે દીર્ઘ આશાવાદી દૃષ્ટિની.
આજે હું માત્ર ચાલી જ નથી શકતો, દોડી શકું છું. માનવનો જ અંશ છું, છતાં માનું છું કે હું એક વિહંગ છું,કારણ કે મારી ભીતર હમેંશ માટે કોતરાઈ ગયું છે હેલન કેલરનું આ પુસ્તક.
નીતિન વિ મહેતા
Comments