વાંચ્યું, સાંભળ્યું, ગમ્યું, તે અહી ઉતાર્યું.
- NITIN MEHTA
- May 7, 2021
- 2 min read
Updated: May 31, 2021
pathrકલમને વેચી દેવાનો વારો આવે કદી ‘બેફામ’
બહુ કપરું છે જીવવું કરમાં કલમ લઈને. બેફામ
મરીઝ આવું સુંદર લખે અમને શક છે,
બીજાની કને એણે કાવ્યો લખાવ્યા. મરીઝ
જાણી લીધું કે જીંદગી કેવળ મજાક છે,
સીધા દીસે જ્યાં માર્ગ, ત્યાં નાજુક વળાંક છે. યોસેફ મેકવાન
કવિતા એ સાહિત્યનો મુકૂટ છે.
કવિતા એ એક એવો અરીસો છે, જેમાં માણસ પોતાની જાતને જોઈ શકે છે અને યોગ્ય પરિવર્તનો કરી શકે છે. રીલકે
કવિ હોવું એટલે પોતાના જ શૈશવને નવા રૂપે પામવું.
કવિનું હૃદય તે તો ધવલ ઊર્મિ તેજ, નિર્વ્યાજ નિર્મળ હેજ
કવિતા એટલે
મૌન અને શબ્દના કાંઠા વચ્ચે વહે સરિતા
એનું નામ કવિતા
સાચા ખોટા સારા નરસા ભવભવની ગીતા
એનું નામ કવિતા
પારણું,આંગણું, સ્મશાનનું બારણું બળતી ચીતા
એનું નામ કવિતા. સુરેશ દલાલ
જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉ છું મિત્રો,
નથી આવ્યો હું મહેફીલમાં ટકી રહેવાના આશયથી. હરીન્દ્ર દવે.
હું જગતને જરૂર કઈક જઈશ આપી
સૌરભ દીધા વિના કોઈ ફૂલડું ખર્યુ નથી. ગની દહીવાલા
દર્દ રાખે દિલ બધા માટે
એ સજા છે કવિ થવા માટે. મરીઝ
સચવાય ના સ્વમાન તો એ જીંદગી નથી
નાચે નહી ભગવાન તો એ બંદગી નથી
ચાર ભીંતો ને છાપરૂ, જેના પાયામાં વિશ્વાસ
જે ઘરમાં સંબધો મ્હેકે, ત્યાં ઈશ્વરનો વાસ .
પથ્થરોમાં ચેતના લાવી શકે
જીંદગીમાં એ જ ફાવે શકે
હાથથી સાચો પરિશ્રમ જે કરે
હસ્તરેખાને એ બદલાવી શકે
આંખ તો વરસીને છાની રહી જશે
પણ હૃદયને કોણ સમજાવી શકે
સાવ જૂઠું જગત, કોઈ તારું નથી
મૂક સઘળી મમત, કોઈ તારું નથી
કોઈ ઉંબર સુધી, કોઈ પાદર સુધી
છેક સુધી સતત, કોઈ તારું નથી.
મિસ્કીન
સંગમાં રાજી રાજી આપણ એકબીજાના, સંગમાં રાજી રાજી
બોલવા ટાણે હોઠ ખુલે નહી, નેણ તો રહે લાજી
રાજેન્દ્ર શાહ
મેં બસ માની લીધું આપ નક્કી આવવાના છો ,
શક્તિ જે હોય છે શ્રધામાં,શંકામાં નથી હોતી
In failure success is delayed ant denied.
Success is like a Train, it has several coches like
Discipline, Hard work, Concentration, Skills and Luck,
but leading them All is the Engine called
"SELF CONFIDENCE"
पथर और शीशा साथ रहे तो बात नही है घबरानेकी
शर्त सिर्फ ईतनी है की वो जीद न करे टकरानेकी
અસ્ત જાતા રવિ પૂછતા અવનિને સારશે કોણ કર્તવ્ય મારા ?
સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભા સહુ, મોં પડયાં સર્વના સાવ કાળાં
તે સમે કોડિયું એક માટી તણું ભીડને કોક ખૂણેથી બોલ્યું
"મામુલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજો તો
કરીશ હું."
રવીન્દ્રનાથ ટાગોર
વિપત્તિમાં કરો રક્ષા, ન એ પ્રાર્થના મારી
વિપત્તિથી ડરું ના કદી એ જ પ્રાર્થના મારી.
રવીન્દ્રનાથ ટાગોર
માનવજાતને વૃક્ષ મૌન રહી સંદેશો આપે છે,
"લાભ ભરપૂર લેજો મુજ વનરાજી નએ ઝાડીનો
પણ ના કરજો વિચાર લેવા હાથમાં કૂહાડીનો ."
પરિવાર એટલે
બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય
ભય ના હોય પણ ભરોસો હોય
અર્પણ ના હોય પણ સમર્પણ હોય
એટલે તો કાળ સામે છું આજ પણ અડીખમ
બાજીઓ હારી હશે હીમત હજી હારી નથી.
the past beats inside me like a second heart.
- john banvile (irish writter)
ભૂતકાળના સ્મરણો આપણી ભીતર બીજું હૃદય બનીને ધબકતા હોય છે. ઘણી ઘટનાઓ સ્મૃતિ પટ પર શાશ્વત થઈ જાય છે.
શૈશવની યાદો સાથે જ જેટલું જીવાશે, એટલી વૃધ્ધાવસ્થા પાછળ ઠેલાતી જાશે. આયુષ્યની ઉત્તરાવસ્થામાં મનને હતાશા કે પીડા રહિત રાખવામાં બાળપણની યાદો અવશ્ય શાતા આપે છે. જીવનનો ઉત્તમ તબક્કો એ શૈશવ કાળ છે.
Comments