હરિ, મારી નિકટ રહેજો
- NITIN MEHTA
- Apr 30, 2021
- 1 min read
હરિ, મારી નિકટ રહેજો
વિકટ પંથે ચરણ ડગમગે, તો પ્રાણમાં
શ્રધ્ધાનો થઈ દીપ પ્રકટજો
હરિ, મારી નિકટ રહેજો.
ફૂલ ઊગ્યું આશાનું ભીતર, જોજો એ ના કરમાય
હિમંતના હલેસા દેજો, ભલે તોફાની દરિયો છલકાય
નિર્મળ નયને કરું ઝંખના
મનને નિર્ભય કરજો
હરિ, મારી નિકટ રહેજો
વાગે ઠોકર પથ્થરની, કે આડે આવે પહાડ
તમે જ સ્વજન ને વ્હાલા, ખોલજો તેજ તણા કમાડ
ઊરે ઉભરાય તરંગ ખુશીના,
પગલે પગલે, ઝળહળજો
હરિ, મારી નિકટ રહેજો
નીતિન વિ મહેતા
Comments